Type Here to Get Search Results !

પ્રધાનમંત્રી આવાસ યોજના (AMC) - 2026 | Pradhan Mantri Awas Yojana Ahmedabad (2026)

Banner

Pradhan Mantri Awas Yojana Ahmedabad (AMC)

કુલ આવાસ: 7825

Important Dates

  • Start Date: 05-05-2026
  • Last Date: 19-06-2026

આર્થિક રીતે નબળા વર્ગના લોકો (EWS -ECONOMICALLY WEAKER SECTION) માટે આવાસ યોજના

Age Limit

  • અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજદારની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ થયેલ હોવી જરૂરી છે. ઉંમર અંગે કોઇ મુદ્દો ઉપસ્થિત થાય ત્યારે શાળા છોડયાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો પૂરાવા રૂપે રજૂ કરવાનો રહેશે.|

શરતો

  • ૧) અરજદારે અરજી ફોર્મ સાથે ડીપોઝીટની રકમ રૂા.૭૫૦૦/- (રૂપીયા સાત હજાર પાંચસો પૂરા) ભરવાના રહેશે.
  • ૨) મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા ૨૦% ૨કમ (અરજી સાથે ભરપાઇ કરેલ ડીપોઝીટ બાદ કરતાં બાકીની રકમ) “ડ્રો"માં સફળ થયા બાદ અમ.મ્યુનિ.કોર્પોરેશન જણાવે ત્યારે અરજદારે ત્રણ માસમાં અચૂકપણે ભરવાની રહેશે. ત્યારબાદ બાકી રહેતી ૮૦% રકમના એકસરખા દસ(૧૦) હપ્તા (અંદાજે એક વર્ષમાં તમામ ૮૦% રકમ થાય તે રીતે) સમયાંતરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમાં કરાવવાના રહેશે. તે ઉપરાંત છેલ્લા હપ્તા સાથે મેન્ટેનન્સ ડીપોઝીટ તથા અન્ય ચાર્જીસ પણ ભરપાઇ કરવાના રહેશે. અરજદાર દ્વારા ૨૦% રકમ જે બેંકમાં ભરેલ હોય તે જ બેંકમાં બાકીના ૮૦% રકમ ભરવાની રહેશે.
  • ૩) આવાસ યોજનાનું બાંધકામ પૂર્ણ થયા બાદ મકાનની નક્કી થયેલ પૂરેપૂરી કિંમત ભરપાઇ થયા બાદ જ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થયેથી અરજદારને તેમને ફાળવવામાં આવેલ મકાનનો કબજો સોંપવામાં આવશે.
  • ૪) કુટુંબના તમામ સભ્યોની મળીને કુટુંબની કુલ વાર્ષિક આવક રૂા.૩,૦૦,૦૦૦/- થી વધુ હોવી જોઇએ નહી. આ યોજના માટે જયાં જયાં કુટુંબનો ઉલ્લેખ કરાયેલ છે. ત્યાં કુટુંબ એટલે પોતે,પોતાની પત્ની/પતિ, તથા તેમના અપરણીત બાળકો. કુટુંબનો પુખ્ત વયનો સભ્ય ભારત દેશમાં પાકુ મકાન કે જમીનનો પ્લોટ ન ધરાવતો હોય તો તેનો વૈવાહિક દરજજો। ધ્યાને લીધા વગર PMAY યોજના હેઠળ આવાસ મેળવવા હકદાર છે.

યોજનાની મુખ્ય વિશેષતાઓ શું છે?

  • આકર્ષક એલીવેશન
  • ભૂકંપ પ્રતિરોઘક બાંઘકામ
  • ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટથી બાંઘકામ
  • વિટ્રિફાઇડ ટાઇલ્સ ફલોરીંગ
  • સેન્ડવિચ કોટાસ્ટોનનું કીચન પ્લેટફોર્મ
  • પાવડર કોટેડ એલ્યુમીનીયમગ્લાસ સ્લાઇડીંગ વિન્ડોઝ
  • મુખ્ય દરવાજો, બંને સાઇડ લેમીનેટ સીટનો ફલશ ડોર
  • કેમ્પસમાં આર.સી.સી. રસ્તા।
  • પાર્કિંગમાં તેમજ તમામ જરૂરી જગ્યાએ પેવર બ્લોકનું પેવીંગ
  • નિયમ મુજબ સ્ટાન્ડર્ડ કંપનીની લીફટની સગવડ
  • પરકોલેટિંગ વેલ

ડોકયુમેંટ

  • આવક પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • ઓળખ પુરાવા (આધાર કાર્ડ / રેશનકાર્ડ / વીજળી બિલ / ડ્રાઇવિંગ લાઇસન્સ)
  • કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડ
  • બેંક પાસબુક / કેન્સલ ચેક
  • રેશનકાર્ડ
  • લાઇટબિલ , ટેક્સબિલ, ભાડાકરાર

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Inside Post Ads Bottom