માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજના || Mai Ramabai Ambedakar Saat Phera Samuh Lagna Yojna ||Director Scheduled Caste Welfare
B R Online ServicesJuly 25, 20200
Social Justice & Empowerment Department
(Government of Gujarat)
Director Scheduled Caste Welfare || Mai Ramabai Ambedakar Saat Phera Samuh Lagna Yojna
યોજનાનો હેતુ
લગ્ન જેવા સામાજીક પ્રસંગોએ લોકો દ્વારા દેખાદેખી બિનજરુરી ખર્ચ કરવામાં આવતો હોય છે. આવા પ્રસંગે તેઓ દેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીઓ વેઠે છે. લોકો જો સમુહ લગ્નની પ્રથા અપનાવે તો વ્યકતિગત લગ્ન પ્રસંગે થતો બિનજરુરી ખર્ચ નિવારી શકાય અને આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમુહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલદીઠ રૂ. ૧૦,૦૦૦/- કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલદીઠ રૂ.૨૦૦૦/- લેખે વધુમાં વધુ રૂ. ૫૦,૦૦૦ ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
નિયમો અને શરતો
આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર છે.
આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦ છે.
પુન: લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નહી.
કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે
રજુ કરવાના ડોક્યુમેન્ટ(સંસ્થાના)
જિલ્લા નાયબ નિયામક/જિલ્લા સ.અ (અનુસૂચિત જાતિ) ને અગાઉથી લેખિત જાણ કરેલ હોય તે પત્ર
સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર
આમંત્રણ પત્રિકા / કંકોત્રી
બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક
રજુ કરવાના ડોક્યુમેન્ટ(યુગલના)
લગ્નની કંકોત્રી
સમૂહ લગ્નના આયોજકોએ આપવાનું થતું પ્રમાણપત્ર
કન્યાના પિતાનો આવકનો દાખલો. (સક્ષમ અધિકારીનો)
યુવક /યુવતીના શાળા છોડયાના પ્રમાણપત્રો/ જન્મ નોંધણીનો દાખલો/ ઉંમરના પુરાવા/ સરકારી તબીબી પ્રમાણપત્ર. (કોઈપણ એક પુરાવો)
Thank You for the connecting B R Online Services